રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૬૯ મા વન મહોત્સવ અંતર્ગત શાળાના ઈકો ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન


  • રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૧૦ જુલાઈના રોજ ૬૯મા વન મહોત્સવ અંતર્ગત શાળાના ઈકો ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • રાવળિયાવદર ગામના વૃક્ષપ્રેમી શ્રી હનિફભાઈ (પેટ્રોલપંપવાળા) અને તેમની સમગ્ર ટીમના સંપૂર્ણ પ્રયત્નો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
  • શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા કાર્યક્રમ સફળ થયેલ.
  • વૃક્ષપ્રેમી શ્રી હનિફભાઈ , ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઈ જોષી તથા મનિષાબેન, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ કુનતિયા, ગામના અન્ય આગેવાનો અને શિક્ષકો તથા શાળાના કુલ ૧૩૦ વિદ્યાર્થીઓના હસ્તે આશરે ૨૦૦ રોપાઓનું રોપણ કરવામાં આવેલ.
  • કાર્યક્રમના અંતે દરેક ભાગ લેનારે એક-એક વૃક્ષને ઉછેરવાના શપથ લીધેલ.




















Previous Post Next Post