• રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૫૭ વિદ્યાથીઓનો ધોરણ-૯માં નૂતન પ્રવેશ.


·         રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૫૭ વિદ્યાથીઓનો ધોરણ-૯માં નૂતન પ્રવેશ.
·         રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 14 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
·         સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાના સંપૂર્ણ સંચાલન અને પ્રાથમિક શાળાના શિક્ષકોના સહયોગ દ્વારા સફળ થયેલ.
·         કાર્યક્રમના અધ્યક્ષશ્રી રોશનબેન સીપાઈ(બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી – ધ્રાંગધ્રા), સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ રાઠોડ, ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ કુનતિયા અને અન્ય આગેવાનોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
·         શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ.
·         ધોરણ ૯ અને ૧૦ ની બાળાઓએ મનુષ્યતુ બડા મહાન હૈ ગાન અભિનય સાથે રજૂ કરેલ.
·         21 જૂન યોગ દિનની પૂર્વ તૈયારી રૂપે ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ-નિદર્શન કરવામાં આવેલ.
·         કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને અન્ય આગેવાનોનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.
·         આંગણવાડી, ધોરણ-૧ અને ધોરણ-૯માં નૂતન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું તિલક-ચંદન, પુસ્તકો, ફૂલસ્કેપ અને પેન દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ.
·         ધોરણ-૩ થી ૧૦ માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ.
·         પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બેટી બચાવો અને યોગ ભગાડે રોગ જેવા વિષયો પર વક્તવ્યો આપેલ.
·         ધોરણ-૯ ની વિદ્યાર્થીની દેથળિયા નિકિતાએ બેટી બચાવો, બેટી પઢાવો અને ધોરણ-૧૦ની વિદ્યાર્થીની રાઠોડ જ્યોતિએ સ્વચ્છ ભારત વિશે પોતાના વિચારો રજૂ કરેલ.
·         કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ તથા કન્યા કેળવણી વિશે પોતાના આશિર્વચનો રજૂ કરેલ.
·         કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ આલ દ્વારા આભાર-દર્શન કરવામાં આવેલ.
·         અધ્યક્ષશ્રીના હસ્તે વૃક્ષારોપણ અને રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.









































Previous Post Next Post