રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી

· રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ૦૫ સપ્ટેમ્બરના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ.
·       સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
·   શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ધોરણ 9 અને 10ના કુલ 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
·    દરેક વિદ્યાર્થી શિક્ષકોએ પોતાના પૂર્વ તૈયારી રૂપે પસંદિત વિષયો અને મુદ્દાઓ દ્વારા શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ એક દિવસીય સમયપત્રક મુજબ પોત-પોતાના શિક્ષણકાર્યનું રસપાન પોતાના સહપાઠીઓને કરાવવામાં આવેલ.
·       શિક્ષક દિન નિમિત્તે ધોરણ-10 ની વિદ્યાર્થીની કુ. જ્યોતિ મુકેશભાઈ રાઠોડ એક દિવસીય આચાર્યની કામગીરી રૂપે પોતાના સહપાઠીઓનું શિક્ષણકાર્ય અને અન્ય વિદ્યાર્થીઓની ભાગીદારીનું નિરીક્ષણકાર્ય કરી મૂલ્યાંકન પણ કરવામાં આવેલ.
·       ધોરણ 9 માં કુલ 12 વિદ્યાર્થીઓ અને ધોરણ 10ના કુલ 05 વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયો જેવાં કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતમાં શિક્ષણકાર્ય કરેલ.
·   શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે અને શિક્ષકશ્રીઓ દ્વારા સમગ્ર વિદ્યાર્થી-શિક્ષકોનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ શિક્ષક બન્ને વર્ગમાં પસંદિત કરવામાં આવેલ.
·  એક દિવસીય શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ દ્વારા તે દિવસ માટે સમગ્ર સહકાર આપનાર એવા બન્ને વર્ગમાંથી એક-એક શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદિત કરવામાં આવેલ, જેમાં ધોરણ 9 માંથી ઝરવરિયા દશરથ અને ધોરણ 10માંથી દેત્રોજા દશરથ એક દિવસીય શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદિત થયેલ.
·   કાર્યક્રમના અંતે સમાપન સમારોહ શાળાના પ્રાર્થના ખંડમાં આયોજિત કરવામાં આવેલ,જેમાં એક દિવસીય આચાર્યશ્રી, એક દિવસીય શૈક્ષણિક કામગીરી નિભાવેલ એવા બન્ને ધોરણના શિક્ષકો વતી શિક્ષક પ્રતિનિધિઓ ધોરણ-9 માંથી બારોટ ભૂમિકાબેન રમેશભાઈ તથા ધોરણ-10માંથી દેત્રોજા રાજુ રમેશભાઈએ અને બન્ને વર્ગમાંથી વિદ્યાર્થીઓ વતી ધોરણ-9માંથી ગઢવી અંજલી ભરતભાઈ અને ધોરણ-10માંથી દેત્રોજા દશરથ સંજયભાઈએ પોતપોતાના પ્રતિભાવો આપેલા.
·   સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓની ભાગીદારી અને શિક્ષકોના સંચાલન અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સપૂર્ણ સફળ થયેલ.

* * * * *


































Previous Post Next Post