રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

  • રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ શાળાના પ્રાંગણમાં ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ.
  • સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
  • પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામની શેરીઓમાં સવારે ૭:૩૦ વાગ્યે ડ્રમના નાદ અને નારાઓના ઉચ્ચારણ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવેલ.
  • ૭૨મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળામાં રાવળિયાવદર ગામના સરપંચ શ્રીમતી મનિષાબેન જોષીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
  • ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના એસ.એમ.ડી.સી. અધ્યક્ષશ્રી હિમ્મતભાઈ સારલા, સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ રાઠોડ, ગામના આગેવાનશ્રી જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ કુનતિયા અને અન્ય આગેવાનો તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની ભોળી સંખ્યામાં હાજરી હતી.
  • ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વિશેના વક્તવ્યો અને સમુહ નૃત્યો રજૂ કરવામાં આવેલ.
  • પ્રાથમિક શાળાની ધોરણ-૮માં ભણતી કુ.અપેક્ષાબેન જોષી દ્વારા માતૃપેમવિશે વક્તવ્ય રજૂ કરવામાં આવેલ તથા ધોરણ-૮ની વિદ્યાર્થીનીઓ દ્વારા વો ક્રિષ્ના હૈ ગીત પર ગ્રૂપ ડાન્સ રજૂ કરવામાં આવેલ.
  • માધ્યમિક શાળાની ધોરણ-૯માં અભ્યાસ કરતી કુ.ભૂમિકાબેન બારોટ દ્વારા ભારતનીઆઝાદીના ૭૧ વર્ષ પર અને કુ.નિકિતાબેન દેથળિયા દ્વારા સરદારપટેલ એક વિશિષ્ટ ચેતના પર પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.
  • ધોરણ-૯ ની વિદ્યાર્થીની દ્વારા શુભ દિન આયોઅને ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ મેશઅપ ગીત પર ગ્રૂપ ડાન્સ રજૂ કરવામાં આવેલ.
  • માધ્યમિક શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રામજીભાઈ પઢેરીયા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ.
  • સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને દેશપ્રેમની ભાવનાના ગૌરવની અભિવ્યક્તિ દ્વારા પૂર્ણ થયેલ.




















Previous Post Next Post