રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં મહિલા શિક્ષણ દિનની ઉજવણી

ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી સંદર્ભે શાળામાં તા.૦૭-૦૮-૨૦૧૯ ને બુધવારના રોજ મહિલા શિક્ષણ દિન’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એનપઢારિયાએ સ્ત્રી સશક્તિકરણ’ વિશેની પૂર્વભૂમિકા રજૂ કરી હતીધોરણ-૯ અને ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ભારતની મહિલાઓ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ કલ્પના ચાવલાઈન્દિરા ગાંધીકસ્તુરબામેરી કોમસરોજિની નાયડુ  વગેરે જેવા જુદાં-જુદાં 14 જેટલા નારીશક્તિના વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતાધોરણ-૧૦ નો વિદ્યાર્થી દેથળિયા ઋત્વિકે પ્રથમ ક્રમાંકબારોટ ભૂમિકાએ દ્વિતીય ક્રમાંક અને ધોરણ-૯ ની વિદ્યાર્થીનીઓ અપેક્ષા જોષી અને ગોહિલ રાધાએ તૃતીય ક્રમાંક મેળવેલ હતોકાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે મહિલા શિક્ષણ’ વિશે પોતાના વિચારો રજુ કરેલ અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલશાળાના શિક્ષકશ્રી અંકિતભાઈ પંચોલી દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.

 










Previous Post Next Post